અટવાઈ ગયા છો તમે તો ક્યાં પ્રભુ, આજે એવા કયા રે કામમાં
સાદ પાડતા આવતા હતા દોડી, કેમ વાર લાગી આજ આવવામાં
રોકાયા કે રોકાતા નથી તમે તો પ્રભુ, જગમાં તમે તો કોઈ વાતમાં
ભાગ્ય કેરા રે ઉધામા, લાવે દમ તો નાકે જીવનમાં, આવ્યા તમે સહાયમાં
ડૂબતી અમારી નૈયાને તો પ્રભુ, રાખી તરતી તમે તો એને સંસારમાં
રહ્યા પોકારી તમને તો પ્રભુ, આવ્યા જ્યારે જ્યારે જગમાં અમે ભીંસમાં
બન્યા પાગલ જ્યારે જ્યારે દુઃખદર્દમાં, અમે તો જ્યાં જીવનમાં
બની શક્યા એકચિત્ત અમે તો, ત્યારે ને ત્યારે તમને તો યાદ કરવામાં
સ્વાર્થ વિના કર્યાં ના યાદ તમને, સદાય યાદ આવ્યા તમે સ્વાર્થમાં
ભૂલી ના જશો, ભૂલવાના નથી, યાદ કરીએ ત્યારે તો આવવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)