ધાર્યાં અણધાર્યાં થાયે કામ જીવનમાં તો જ્યારે
લાગે જીવનમાં ત્યારે, જગજનની તો જાગે છે
સૂકા રણ જેવા હૈયામાં ફૂટે, પ્રેમના અંકુરો તો જ્યારે
દુઃખના દરિયામાં ડૂબે હૈયું જ્યારે, મળે આધાર એમાં જ્યારે
અતિકડવાશ ભર્યાં સબંધો, બને મીઠા જીવનમાં તો જ્યારે
નિઃસ્વાર્થ પ્રેમમાં ને પ્રેમમાં, ડૂબતું જાય હૈયું જીવનમાં જ્યારે
કર્તવ્યની કેડી સ્પષ્ટ દેખાતી જાય જીવનમાં તો જ્યારે
મૂંઝાયેલા મનને મળતા જાય, સ્પષ્ટ રસ્તા તો જ્યારે
થાકેલા માનવીને અજાણતાં વિસામો મળી જાય જ્યારે
મધદરિયે ઝોલાં ખાતી નાવડી કિનારે પહોંચી જાય જ્યારે
જીવનસંગ્રામમાં જ્યાં જીત મળતી ને મળતી જાય જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)