જિંદગી ના એ કાંઈ તકલીફનું ધામ છે (2)
શ્વાસેશ્વાસ સાથે સંકળાયેલી છે કહાની, તારી જિંદગીનું એને નામ છે
સુખસમૃદ્ધિનું છે એ મેદાન, ના કાંઈ એ તો, તકલીફનું ધામ છે
કરશો પાર સમજીને તકલીફો, તો જીવન તો એ તો મુક્તિનું ધામ છે
દઈ શકે જિંદગી જગમાં બધું, ના કાંઈ એ તો તકલીફનું ધામ છે
જિંદગી તો પૂર્ણ પ્રેમનું તો ધામ છે, બનાવતો ના એને તકલીફનું ધામ છે
કરી કરી આચરણો ખોટા જીવનમાં, બનાવી દીધું એને તેં તકલીફનું ધામ છે
લઈ શકો છો નામ પ્રેમથી પ્રભુનું જીવનમાં, ના કાંઈ એ તો તકલીફનું ધામ છે
ધાર્યું ને ધાર્યું થાય ના બધું જીવનમાં, તેથી ના કાંઈ એ તો તકલીફનું ધામ છે
દુઃખદર્દ તો જીવનમાં ભલે આવે, તેથી ના કાંઈ એ તો તકલીફનું ધામ છે
પૂરુષાર્થ તો છે જરૂરી અંગ જીવનનું, તેથી ના કાંઈ એ તો તકલીફનું ધામ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)