એ નંદકુંવર નખરાળા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ મોહન મુરલીવાલા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ પીળું પીતાંબર પહેરનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ માખણ ને મનડું ચોરનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ ગાયોના ચારનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ છેલછબીલા રાસ રમનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ ચિત્તડું ને દિલડું ચોરનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ મહીની મટુકી ફોડનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ ગોપગોપીઓ સંગે રાસ રમનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
એ ધીમી ધીમી પ્રીત કરનારા, એ કાનુડો વસ્યો છે મારા હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)