પામવું છે જીવનમાં જેણે, એણે હાર તો સ્વીકારવાની નથી
સમજયા ત્યાંથી સવાર ગણી, મંઝિલને નજર બહાર રાખવાની નથી
ચડાણ-ઉતરાણ છે હકીકત જીવનની, પહોંચવું શિખરે ભૂલવાનું નથી
કરવાનું છે બધું પાકું, કાચું કાંઈ પણ જીવનમાં રહેવા દેવાનું નથી
નિરાશાઓમાંથી થાય છે પસાર રસ્તો, સફળતાનો એ ભૂલવાનું નથી
ખોટી જીદો, ત્યજવી જીવનમાં, જીદમાં શક્તિ તો ગુમાવવી નથી
અડધેથી છોડવાની પડશે વૃત્તિ ત્યજવી, પૂર્ણ કર્યાં વિના રહેવાનું નથી
મળે એનો સાથ સ્વીકારી, એકલા વધવાની તૈયારી વિના રહેવાનું નથી
દુઃખ હણશે શક્તિ જીવનની, કોઈ વાતે જીવનમાં દુઃખી થવાનું નથી
છે જીવનની રાહ આ સાચી, રાહ વારેઘડીએ બદલવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)