કરી લાખ કોશિશો જગમાં અમે સુધરવા ના સુધર્યા
અમે તો એવા ને એવા રહી ગયા, અમે એવા ને એવા રહી ગયા
મારી છલાંગો ઊઠવા ઉપર, પડયા પાછા અમે ત્યાં ને ત્યાં
કરી લાખ કોશિશો પ્રભુને સમજવા, ના એને સમજ્યાં
હતા એકલાઅટૂલા, સંબંધો બાંધવામાં અહં નડયા
ચાલવું હતું પૂરુષાર્થની કેડીએ, ના ભાગ્યે સાથ અમને દીધા
સુખસમૃદ્ધિ હતી સાધવી, કર્મો અમને એમાં તો નડયા
સ્વીકારવું હતું ઘણું જીવનમાં, પ્રેમને અમે ને અમે નડયા
કર્યાં દાવા અમે અમને ઓળખવા, અમે એમાં ભોંઠા પડયા
બનાવવા ગયા સહુને પોતાના, આસક્તિ વિનાના ના રહી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)