અવાજો બદલાયા ને વાતો બદલાઈ (2)
રહ્યા છો તમે અમારા ને અમારા, કેમ કરીને ખાત્રી કરવી
માંડી નજર તમારા ઉપર, અચાનક એને હટાવી લીધી (2)
હતું હૈયું ભોળું અમારું, રમત એની સાથે આવી શું માંડી
નાખી નજર નજર ના મંડાણી, કઈ ખામી તમને દેખાણી
છો તમે સારા ને સારા, ધ્રુજારી વાતોમાં શાને રે આવી
નડતા ના હતા અમે તમને, નડતર અમારામાં શાને નાખી
હતા સંબંધો મીઠા, કયા કારણે એના ઉપર પાણી દીધું ફેરવી
ધારી વાતો થઈ છે કોની પૂરી, ટોપલા ગુનાના શાને દીધા ઓઢાડી
વાત વાતમાં હરેક વાતમાં, દો છો મરચું શાને ભભરાવી
સંબંધોને ને હરેક વાતને દો છો કસોટી પર શાને ચડાવી
બાંધતાં સંબંધ વાર લગાડી, તોડવામાં વાર શાને ના લગાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)