કરતા રહેવી છે ભૂલો તમારે ને તમારે, ફરિયાદ એની કોને કરવી છે
નથી કાંઈ વાત એ ઉત્સાહ ભરેલી, હૈયું એમાં શાને હચમચી ગયું છે
તૂટી ગઈ એવી કઈ આશા, નવજીવિત એને તો કરવાની છે
ભૂલો ને ભૂલોમાં અટવાઈ જીવનમાં, દિશાનું ભાન એમાં ભુલાઈ ગયું છે
ગુંજન પ્રેમનાં વહે છે કુદરતમાં, સાંભળવા કર્ણ શું અધીર બન્યા છે
ભૂલો બની તો મૂળ આપત્તિનું, નજર બહાર શું એ રાખવાનું છે
ભૂલો તો છે બિનઆવડતનું પરિણામ, શું દિલથી એ છુપાવવાનું છે
પરિણામ ભૂલોનું આવે નજર સામે, કદી જીવનને એ ધ્રુજાવી જાય છે
ના કરતી ભૂલો છે ભૂલોનો સાર, ના જીવનમાં એ તો ભૂલવાનું છે
અટકાવવી પડશે ભૂલો જીવનમાં, જીવનને ના ભૂલ બનાવવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)