કર રહમ કરમ પર તું માત, મારી સિધ્ધમા ડીસાવાળી
પહોંચે ના દૃષ્ટિ અમારી કાળમાં, દૃષ્ટિમાં તારી કાળને સમાવનારી
જાણીયે થોડું તોય છે હૈયામાં, અમારા તો અહં તો ભારી
સર્વ કાંઈ જાણવા છતાં માડી, છે તું નિરહંકાર, નિરાભિમાની
તણાવા છતાં પણ નથી તણાતા, છે તારી રીત તો ન્યારી
ભીષણ કર્મોની ભીંસમાંથી પણ ભક્તોને બહાર કાઢનારી
વારેઘડીએ બદલાય ભાવો અમારા, છે ભાવમાં સ્થિર તું રહેનારી
દિલની સચ્ચાઈને છે તું જાણનારી, છે સાચને તું સાચવનારી
ઘડીભરની ફુરસદ નથી પાસે તારી, છે સહુને તું સમજનારી
ગુનેગારોની યાદીમાં રાખજે ના મને, બાળ તારો દે મને બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)