મનમંદિરનાં દ્વાર ખોલી બેઠો છું હું, આવીને વસો એમાં તમે મારા પ્રભુ
છે દુઃખને ભૂલવું, નથી કોઈ સુખની ખેવના, તમને બીજું તો શું કહું
સતાવે મને માયા, સતાવે મને મારો અહં, તારા વિના છે બીજું કોણ મારું
ધક ધક દિલ થાયે, દિન વીતે એમાં, આદર્યા રહી જાય અધૂરા બીજું શું કહું
મન દોડે ને ઇચ્છાઓ જાગે, હાલ બેહાલ કરે, તારામાં સ્થિરતાનો ખીલો દેખું
કિસ્મત ધમ ધમ કરતું નાચે, જીવન ધ્રૂજતું જાયે, તારા પ્રેમનું ચોમાસું ગોતું
ફરે હાથ તારો જ્યાં માથે, દિલ કિલબિલ કરે, નજરે નજરમાં નજર તારી દેખું
મૂંઝાયો જ્યારે જ્યારે, કરી સહાય મારી, જગમાં તારા કાર્યમાં ખામી ના દેખું
દૂર નથી તું, દૂર લાગે, આશાના તાંતણા જાય તૂટી, તારામાં મારો કિનારો દેખું
હસતું મુખ હસતું રહે છે, કોશિશો તારી, તારી સાથે ભાગ્યની હાર દેખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)