મળ્યા જીવનમાં તને કેટકેટલા સથવારા, જીવનમાં તું એ જો જરા
ભાઈ-બેન, માં-બાપના પ્યાર મળ્યા, મિત્રોના પણ પ્યાર મળ્યા
વ્હાલસોઈ પત્ની, પુત્રોના, જીવનમાં તને તો સાથ મળ્યા
ગુરુની દૃષ્ટિમાંથી સદા તારા કાજે, પ્યાર તો વહેતા ને વહેતા રહ્યા
રાખ્યો ના કુદરતે એકલવાયો જગતમાં તને તો જરા જીવનમાં
ભલે સ્વાર્થથી તો તારા ને અન્યનાં હૈયાં હતાં તો ભર્યાં ભર્યાં
હૈયું ખોલી બેઠો જ્યાં પ્રભુ સામે, અમી ઝરણાં એનાં ત્યાંથી વહ્યા
કરી આપલિ-પ્રભુની સાથે ભાવોની, એના માટે તો એ તૈયાર હતા
દોડી માયામાં બેઠો ધ્યાનમાં, ના પ્રભુ પાસે કે માયામાં રહ્યા
દુઃખે દુઃખે દુઃખી બન્યા, ના રસ્તા એ છોડયા, જીવનમાં સુખી ના રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)