ટકી જાશે જીવનનાં તોફાનોમાં એ, મૂળિયાં જીવનનાં જેનાં ઊંડાં હશે
ટકી જાશે એ તો તોફાનોમાં, નમી તોફાનોમાં, ઊભા પાછા જે થઈ જાશે
ટકી જાશે એ તો એમાં, મારગ એમાં પોતાના ગોતતા ને ગોતતા રહેશે
અણીને વખતે જે જાગશે, સામનો તોફાનનો ના એ તો કરી શકશે
કદી હશે તોફાનો તો હળવાં, કદી ડામાડોળ તો એ તો કરી જાશે
મન ભયભીત તો બનશે જેનું, એમાં ના મારગ એમાંથી એ કાઢી શકશે
હિંમત ના જેની એમાં તો ટકશે, હિંમત ના કાંઈ સખાવતમાં મળશે
વિશ્વાસના સઠ જાશે જેના એમાં તૂટી, નાવ એની ક્યાં ને ક્યાં ખેંચાઈ જાશે
હશે મજબૂત જેનાં તનડાં ને મનડાં, ટક્કર એમાં એની એ ઝીલી શકશે
હશે દુઃખની સંપત્તિ પાસે જીવનમાં જેના, ના એમાં એ ટકી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)