કર્મોથી છે જે બંધાયેલા, શબ્દોથી તો એને શું બાંધવા
પ્રેમથી છે બાંધવા જેને, પ્રેમથી જીવનમાં એને તો બાંધવા
કર્મોએ માર્યા છે માર જીવનમાં જેને, શબ્દોના ઘા શાને મારવા
દર્દના બોજથી કાંપે છે જે જીવનમાં, ડરથી શાને એને કંપાવવા
નડયા છે જીવનમાં જે સહુને, પ્રભુને ન્યાય એના તો સોંપવા
પોતાની ને પોતાની જાળમાં જે ફસાયા, બહાર કેમ કરીને કાઢવા
સ્વાર્થ સાથે જ છે જેને લેવાદેવા, સંબંધ કેમ કરી બાંધવા
આંગળી દેતાં ગળે જે પહોંચા, કેમ કરીને સાથ એને આપવા
નજરમાં આવતાં નથી અન્યનાં દુઃખ જેને, નજરમાં કેમ એને વસાવવા
સુખી રહેવું હશે જો જીવનમાં, પડશે રસ્તા ખોટા બધા છોડવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)