કંઈક માટીના ઘાટ પ્રભુ તો તમે, જુદી માટીના ઘડાયા છીએ અમે
હરપળ ને હર ક્ષણમાં, ચાહીએ દીદાર તમારા અમે, રાખજો ધ્યાનમાં આ તમે
છુપાવાનું હશે પાસે જો શસ્ત્ર તારી, પ્રગટ કરાવવાની તમને છે ઇચ્છા અમારી
કહેવાય છે કે તું રહ્યો છે સાથેને સાથે, તોયે રહ્યાં છીએ જીવનમાં આમને સામને
રહ્યાં છીએ દર્શન વિના દુઃખી અમે, શું સુખી રહી શકશો એમાં તો તમે
વિલીન થયું હશે હાસ્ય જીવનનું અમારું, કરશું ના યાચના એના માટે પાસે તમારી
ચાલ્યા આવ્યા છીએ દ્વારે અમે તમારા, એકવાર પડશે દ્વારે અમારા તમારે આવવું
આવો ના આવો ભલે ધ્યાનમાં અમારી, ક્યાંથી કાઢી શકશો અમને ધ્યાનમાંથી તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)