મન મોકળું મૂકીને, નામ `મા' નું જપી લે, શરણું એનું પકડી લે
એ દીન દયાળીનું નામ જપીને, જનમ સફળ તારો તો કરી લે
જીવનના અનેક કામોમાં, અગ્ર કામ એને તો તું આપી દે
તારા હૈયાંના દાવાનળમાં, એના શીતળ અમી છાંટણો છાંટી દે
એના પ્રેમભર્યા સંબોધનમાં, હૈયું તારું તો તું પ્રેમથી ભરી લે
અલગતા હૈયેથી બધી વિસારી, જીવનમાં એને તું તારી બનાવી લે
મનને હૈયાંના સંબંધો બાંધી, એ સંબંધોને તું એની સાથે જોડી દે
બનાવી લેજે જગમાં એને તો તું તારા હૈયાંમાં પ્રેમની નદી વહેવા દે
દુઃખદર્દ કરી ના શકે જીવનમાં ડોકીયું તારા, જીવન એવું તું જીવી લે
પ્રવેશ્યા આંગણામાં જ્યાં એકવાર તારા, ના એને તું બહાર જવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)