છોડતી નથી જગમાં પીછો તો મારો, જનમોજનમની કર્મોની કઠણાઈ
સમજાતું નથી જાવનમાં મને, આચરી હશે જીવનમાં કેવી કર્મોની લાપરવાઈ
રહ્યાં છીએ સદા જગમાં તો કરતા ને કરતા, ઘરની સાફસફાઈ
સુઝાડજે જીવનમાં પ્રભુ તો મન, કરી શકું કેવી રીતે કર્મોની ધોલાઈ
બિછાવી છે જાળ પ્રભુએ કર્મોની તો કેવી, શ્વાસેશ્વાસે ગઈ છે છવાઈ
જનમોને જનમો રહ્યો છે વીતી, ઊભી રહી છે તોયે જીવનમાં એવી તવાઈ
રહ્યાં ભોગવતા અડપલા કર્મોના, સમજી ના શક્યા કર્મોને તો જરાય
સમજાતું નથી જીવનમાં, ક્યારે ને કેવી રીતે, કરી હશે પ્રભુ ભક્તિની બેવફાઈ
રહ્યાં છીએ જગમાં જીવનમાં તો, માયાના ઘેરા રંગે પૂરેપરા રંગાઈ
ગયા ભૂલી એમાં જીવનમાં તો, પ્રભુ સાથે તો છે જુગ જૂની સગાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)