દેજે મારા જીવનની કરૂણતા મને (2) તારામાં મને એવો ખોવાવા દે
રંગીન બન્યું છે જીવન મારું, તારા રંગ ભરી દે, તાર રંગે રંગી દે
હર હાલત કહેવી નથી, કરવું નથી વર્ણન તો એનું (2)
આવ્યો નથી શક્યો જીવનમાં પાસે તારી એને એ તો બોલવા દે
ભુલાઈ ગયું છે જીવનમાં હાસ્ય મારું, ગયું છે જીવન તો ફરિયાદ મારી
બની ગયું છે જીવન તો મારું કરૂણતાનો સાગર, તારામાં મને ખોવાવા દે
વ્યાખ્યા હાસ્યની જીવનમાંથી, ગયો છું ભૂલી. કરૂણતા ગઈ છે તો છવાઈ
કરૂણતાને માની, રહ્યો છું જિંદગી, મને તારામાં હવે ખોવાવા દે
રહ્યો છે એક ઉપાય હવે તો બાકી, ખોવાવું તારામાં, તારામાં ખોવાવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)