જાગ્યો હૈયાંમાં ભાવ તારો માડી, દોડી દોડી આવ્યો દ્વારે તારા
કરશું આપણે લેણદેણ ભાવોની, આવીને દ્વારે તો તારા
લૂખાં લૂખાં ભાવો ને દૃષ્ટિ રહે ફરતી, આવવું નથી એવું દ્વારે તારા
મનના વિચારો ને હૈયાંના ભાવોમાં રહે તું રમતી, કરી એનું આવવું દ્વારે તારા
નયનો સામેથી હટે ના નયનરમ્ય મૂર્તિ તારી, ધરવા એનું ધ્યાન, આવવું દ્વારે તારા
દેવું હોય તે દેજે માડી, માંગવુ નથી પાસે તારી, આવી દ્વારે તો તારા
સંભાળે છે બધું તું, દે છે પ્રતીતિ એની, કહેવું શું આવી દ્વારે તો તારા
છો તમે દાનેશ્વરી ને દયાળી, આવે દોડી દોડી સહુ તો દ્વારે તો તારા
છીએ જીવનમાં અમે કાચા, તરછોડતા ના અમને, આવીએ દ્વારે તો તારા
અંતરની વાત બધી જાણનારીને, કહેવી વાત શું આવીને દ્વારે તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)