ખેલે છે જગમાં માનવ, જુગાર મોટો, મળે ના જગમાં એનો તો જોટો
ખેલનહાર ખેલે છે ખેલ જગમાં એવો, દે છે એકના અનેક, નથી કાંઈ એ ભોટમામો
દઈ જીવનમાં ક્ષણ બે ક્ષણ પ્રભુને, માંગે છે જીવનમાં, ક્ષણ બે ક્ષણનો ઉમેરો
ખર્ચી ધન થોડું જીવનમાં, માંગે છે, પ્રભુ પાસે એ તો, ધનમાં તો વધારો
બેસે ક્ષણ બે ક્ષણ શાંતિથી પ્રભુચિંતનમાં, માંગે હૈયાંમાં શાંતિનો ઉમેરો
દેવું છે થોડું, લેવું છે ઝાઝું, એક માર્ગી વિનિમય કરવા છે એ તો બેઠો
આવે ઘડી બે ઘડી મંદિરમાં, રાખે નજર ફરતી, નથી કોઈ માંગતા, એને જોઈ લેતો
રાખે વ્યવહાર એ મનગમતા, બાંધવા છે પ્રભુને, નથી કાંઇ એ બંધાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)