હૈયાંના કીચડને તારા કદી ના તેં જોયા, પ્રભુએ તો એ જોઈ લીધા
નોંધી લીધું પ્રભુએ જગમાં તો એ બધું, તારાથી તો એ અજાણતા
સમજ્યો ના કે જાણી ના તેં તારી જાતને કદી, પ્રભુ નથી કાંઈ અજાણ્યા
કરતો ના બેવકૂફી ઠગવા તો તું પ્રભુને, જગમાં નથી કોઈથી એ ઠગાયા
જાગ્યા ના જાગ્યા, વિચારો કે ભાવો, એણે એને તો નોંધી લીધા
હાલત હૈયાંની હશે ભલે તુજથી અજાણી, નથી એનાથી એ અજાણ્યા
છે જ્યાં એ તો જગના સ્વામી, નથી શું, તન મનના સ્વામી તારા
એના વિના તો છે જીવન અધૂરું તારું, નથી એ કોઈ વિના અધૂરા
નાચે ના કોઈને ઇશારે, ખુદની ઇચ્છાના ઇશારે છે એ જગને નચાવનારા
પડયો ભેદ શાંત તારી ઇચ્છાઓમાં, છે સહુની ઇચ્છા તો એ જાણનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)