પૂર્વજન્મના કર્મોના પડછાયા, આ જીવન ઉપર જ્યાં પડયા
ચારે દિશાઓમાંથી દુઃખના વાદળો, જીવનમાં ત્યાં ધસી આવ્યા
મન ઝંખી રહ્યું દર્શન સૂર્યકિરણોના, દર્શન એના તો ના મળ્યા
તપ્યો પુરુષાર્થ સૂરજ જ્યાં જીવનમાં, ત્યાં તો વાદળ વિખરાયા
અંધારે અટવાતો જીવ, અનુભવી રહ્યો આનંદથી ત્યાં અજવાળા
દુઃખદર્દના કાળા ઘોર વાદળના ધામા, હતા તો જ્યાં છવાયા
સહી ના શક્યા તાપ એ પુરુષાર્થના, એમાંને એમાં એ વિખરાયા
આછા આછા થાતા ગયા કર્મોના વાદળો, નવા પથરાયા અજવાળા
સૂરજ ઊગ્યો ત્યાં સુખનો, ના સુખસંપત્તિના હિસાબ મંડાણા
બન્યું કર્મોની છાયા વિનાનું આકાશ જ્યાં, મુક્તિના મંડાણ મંડાણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)