ક્ષણ બે ક્ષણના મળી જાય જો દીદાર માડી તો તારા
ધન્ય બની જાય જીવન, હોય હાથ ભલે એમાં પુરુષાર્થના કે ભાગ્યના
માયાના ખેલ એને કરવા દે, કરવા નથી ખેલ મારે ભાવોના
છે ખેલ ભરેલું જીવન તો જગમાં, વરસાવજે વરસાદ તારી કૃપાના
રાખજે હસતી તો દુનિયા અમારી, રાખજે હાસ્યને અખંડ સંસારમાં
પ્રેમ ભર્યા ભર્યા છે હૈયાં, રાખજે ભર્યા ભર્યા પ્રેમથી હૈયાં અમારા
રહ્યાં છો દૂર ભલે તમે અમારાથી, દયો દાન તમે હવે નજદીકતાના
હોય ભલે ચઢાણ જીવનમાં સુખદુઃખના, જાતા ના ભૂલી દેવા દીદાર તમારા
કરતી ના કંજુસાઈ માડી દીદાર દેવામાં, તડપી રહ્યું છે દિલ દીદાર માટે તારા
છે માગણી નાની, ક્ષણ બે ક્ષણના દીદાર કરજે પૂરી દઈને દીદાર તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)