અજાણતા પ્રગટી જ્યોત ઇર્ષ્યાની જ્યા હૈયાંમાં બની ગઈ એ જ્વાળા
જીવનમાં સુખશાંતિની રાખ બનાવી ગઈ એ તો જ્વાળા
પીવા હતા મધુરા રસ જીવનના, પીવરાવી ગઈ એ તો ઝેરના પ્યાલા
જેવા હતા માનવી એવા ના દેખાયા, જીવન જ્યાં ઇર્ષ્યાના રંગે રંગાયા
ગુણો તો અન્યમાં ઓછા દેખાયા, અવગુણો તો મોટા સ્વરૂપે દેખાયા
નિર્ણયો જીવનમાં ના સાચા લેવાય, નિર્ણયોમાં તો ગાબડા પડયા
જગમાં રહી જીવનને એ બાળતી, જીવનની રાખ એ બનાવતા રહ્યાં
ઇર્ષ્યાએ ઘર કર્યા હૈયાંમાં તો જ્યાં, હૈયાંને સંકુચિત બનાવતા ગયાં
ઇર્ષ્યાને વેગ આપવા જીવનમાં લોભ લાલચનો આશરો લેતા રહ્યાં
ઇર્ષ્યાની વાટ ગઈ ભુલાઈ જ્યાં ઇર્ષ્યાને આધીન બનતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)