તું શું છે ને શું નથી, એ કાંઈ હું તો જાણતો નથી
હર શ્વાસમાં વસાવવા છે માડી, શ્વાસો ખાલી તો લેવા નથી
તું ક્યાં છે ને ક્યાં નથી, એ તો હું તો કાંઈ કહી શક્તો નથી
બન્યો છું દીવાનો તારા નામનો, જગ શાણપણ મારે જોઈતું નથી
લઉ છું નામ માડી તો તારું, તારા ઉપર મહેરબાની કરતો નથી
તારી પાસે ભલે પહોંચ્યો નથી, તારા વિના બીજે ક્યાંય જાવું નથી
છે દિલની દુનિયા તો મારી, એને તારી બનાવ્યા વિના રહેવું નથી
પળેપળને ગૂંથવી છે નામમાં તારી, પળ મારે તો ખોટી વેડફવી નથી
તું જે છે, તે તું હોય ભલે, મારે તો તારા બન્યા વિના રહેવું નથી
અનેક રૂપે વિસ્તરેલી છે તું, તારા એક રૂપને હૈયાંમાં સમાવ્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)