એના હૈયાંનો રે રણકાર, જાય પહોંચી એ તો વ્હાલાને દ્વાર
જાય પહોચી જ્યાં સંદેશો, ઊઠે હૈયાંમાં ત્યાં તો રણકાર
હર હાલતમાં આવો છો પિયુજી યાદ, દેજો ના શંકાને સ્થાન
યાદે યાદે પિયુજી તમારી ગયું છે ભુલાઈ, જીવનમાં ખાન પાન
યાદે યાદે વિતાવું પળો સુખમાં, જાગે આવ્યાના ભણકાર
ફરે ચોતરફ નજર, તમારા વિના લાગે દિશા શૂનકાર
લખાવ્યો છે વિયોગ જીવનમાં, ભાગ્યે તો જ્યાં
સમયસર આવ્યા ના પિયુજી, તમે તો ત્યાં
શૂન્યમનસ્ક મને જોઈ રહી છું, પિયુજી તમારી વાટ
આવી હવે મિટાવશો ક્યારે મારા હૈયાંનો તો વલોપાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)