Hymn No. 7589 | Date: 11-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-11
1999-09-11
1999-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17576
જાશે ને જાશે જગમાંથી તું, રહી જાશે તારા સંભારણાં
જાશે ને જાશે જગમાંથી તું, રહી જાશે તારા સંભારણાં પ્રેમભર્યા કે છોડવા કેવા, છે એ તો હાથમાં તો તારા થાક્યા પાક્યા પણ થઈ, જગમાં પૂરી તો એ જીવનયાત્રા દીનદુઃખિયાનો બન્યો ના બેલી, છોડી ના જાજે આવા સંભારણા જાવું પડશે તો જરૂર, નથી કાંઈ એને તો રોકી શકવાના છોડી છોડી જાશે જ્યારે આ જગ, છોડી જાજે પ્રેમભર્યા સંભારણાં દુઃખદર્દમાં તો જગમાં, દીધા દિલથી કેટલાને તેં દિલાસા જરૂરિયાતમંદોની જરૂરિયાત, કરી પૂરી કેટલી, બન્યો કેટલાનો વિસામો પાપ પંથનો છોડીને રસ્તો પકડી છે શું પુણ્યની રાહ જીવનમાં છોડી જાશે હરેક પળ જગમાં, એનાં એવા તો સંભારણાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaashe ne jaashe jagamanthi tum, rahi jaashe taara sambharanam
premabharya ke chhodva keva, che e to haath maa to taara
thakya pakya pan thai, jag maa puri to e jivanayatra
dinaduhkhiyano banyo na beli, chhodi na jaje ava sambharana
javu padashe to jarura, nathi kai ene to roki shakavana
chhodi chhodi jaashe jyare a jaga, chhodi jaje premabharya sambharanam
duhkhadardamam to jagamam, didha dil thi ketalane te dilasa
jaruriyatamandoni jaruriyata, kari puri ketali, banyo ketalano visamo
paap panthano chhodi ne rasto pakadi che shu punyani raah jivanamam
chhodi jaashe hareka pal jagamam, enam eva to sambharanam
|
|