લાગે તને જ્યારે, તારા જીવનમાં તો કંઈક ખૂટે છે
સમજી લેજે ત્યારે તું તારા પ્રભુ તારાથી તો દૂર છે
લે વસાવી એ પૂર્ણતાને હૈયાંમાં, અપૂર્ણતાને હટાવી દે
અસંતોષ જાગશે અપૂર્ણતામાં, હૈયાંને સંતોષમાં નવરાવી દે
એ પૂર્ણતાને વસાવી લે હૈયાંમાં, તને એ પૂર્ણ બનાવી દેશે
કર્મોની કહાની છે અપૂર્ણતાની કહાની હવે પૂર્ણ એને કરી દે
દેખી પેખીને કર ના કોશિશ જીવનમાં, અપૂર્ણ રહેવાની
નિત્ય પૂર્ણતાની રાહ તને જરૂર પૂર્ણ તો બનાવશે
છે ભૂલો અપૂર્ણતાની રાહ, ના પૂર્ણ બનવા એ દેશે
પ્રભુ છે પૂર્ણ, પ્રભુમય જીવન તો જીવનને પૂર્ણ બનાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)