તારું સુંદર સુંદર નામ માડી દે છે હૈયાંને એ તો આરામ
લીધું જ્યાં પ્રેમથી એને તો હૈયેથી, હરી લે છે જીવનની ઉપાધિઓ તમામ
દુઃખદર્દના દબાવ નીચે, જોજે દિલ જાય ના એમાં મુરઝાઈ
સાચવીશ ના દિલને એમાં જો તારું, થાશે ઊભી એમાં કઠણાઈ
સુખ, સમૃદ્ધિના સોણલા જીવનના, રહી જાશે એ હવામાં તમામ
પગ નીચેની ધરતી જાશે એ હલાવી, છે એવો એનો દમામ
ચડી જાશે નામ હૈયે જ્યાં તારું, હશે જીવનનું એ મોટું ઇનામ
સુંદર નામ તારું, બનાવશે સુંદર જીવન મારું, એ સુંદરતાને સલામ
લીધું પ્રેમે જ્યાં નામ તારું, એ તો પાશે જીવનમાં પ્રેમના કટોરા
ફરકશે ના દુઃખદર્દ હૈયાંમાં, રહેશે મળતા હૈયાંને એ પ્રેમના કટોરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)