અભિમાનની સીડી ચડવી છે સહેલી, ઊતરવી તો છે મુશ્કેલ
જીવનના શિખરો ચડવા છે સહેલા, સરવું નથી તો કાંઈ મુશ્કેલ
ડગલે ને પગલે ચડશે જ્યાં નશા એના, ઉતારવા બનશે એ મુશ્કેલ
સમજણના વારી વિના, એના નશા તો છે ઉતારવા તો મુશ્કેલ
ભૂલ કાઢવી છે સહેલી, કરવી ના ભૂલ જીવનમાં છે એ મુશ્કેલ
કરવું અપમાન તો છે સહેલું જીવનમાં, જીરવવું તો છે મુશ્કેલ
વચન દેવા છે સહેલા જીવનમાં, પાળવા એને તો છે મુશ્કેલ
ઊઠવા તોફાનો તો હૈયાંમાં છે સહેલા, કરવા શાંત એને છે મુશ્કેલ
નામ પ્રભુનું પાડવું હૈયે તો છે ના સહેલું, ઊતરવું તો છે મુશ્કેલ
કરવી ઓળખાણ જીવનમાં છે સહેલી, જાળવવી તો છે એને મુશ્કેલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)