ખોટી ખોટી લજ્જાઓના ઓઢી ને ઓઢણાં, માનવ જીવી રહ્યો છે જગમાં
કરતા તો લજ્જાભર્યા કૃત્યો તો જીવનમાં, ના એમાં તો અચકાયા
ખોટી લજ્જાઓના ઓઢી ને ઓઢણાં, દુષ્કૃત્યો શાને એમાં છુપાવ્યા
દુઃખદર્દના ઓઢીને ઓઢણાં, પ્રભુને તો શાને એમાં લજાવવા
કર્મોના પહેરીને આવ્યા છીએ ઓઢણાં, મારીએ વચ્ચે એમાં તરફડિયા
વૃત્તિઓ ને વિચારો દબાવ્યા ઓઢણાં નીચે, થાતા જાહેર એ લજ્જાયા
કામવાસનાને ઓઢાડયા લજ્જાના ઓઢણાં, એના નાચમાં ના શરમાય
જાળવ્યા સંબંધો લજ્જાઓના ઓઢણાં નીચે, ઓઢણાં ભલે બદલાયા
વાસનાઓને ઓઢાડયા પ્રેમના ઓઢણાં, નગ્ન નૃત્યો એના આચર્યા
ખોટી લજ્જાઓના વ્યવહારમાં, રહ્યાં જીવનમાં માનવ મરતાં ને મરતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)