નિયંત્રણમાં ન રાખ્યા જીવનમાં તો જેને, સતાવી રહ્યાં છે એ તને ને તને
થઈને જીવનમાં તો એ ભેગા, કરી રહ્યાં નડતર ઊભી એ તો તને ને તને
છે ના કાબૂ જેના ઉપર તારા, રહેશે સતાવી જીવનમાં એ તો તને ને તને
હતો ના અજાણ્યો એનાથી જીવનમાં, દીધો દોર છૂટો શાને તો એને ને એને
રૂકાવટો કરી ઊભી, લૂંટી લીધું તકદીર જીવનમાં તો તારું તો, એણે ને એણે
વશમાં આવી એના, વર્ત્યો જીવનમાં, ચૂકવવી પડે છે કિંમત એની, તારે ને તારે
હાથના કર્યા વાગ્યા છે હૈયે, સતાવી રહ્યાં છે એ તને તો ડગલે ને પગલે
દોર સોંપી છૂટો, બાંધી હતી કઈ આશા મોટી, મળ્યા ભંગાર એના, તને ને તને
કરી દુઃખદર્દ ઊભા જીવનમાં, લપેટી લીધો છે જીવનમાં એણે તો, તને ને તને
પડશે લૂછવા તો આંસુઓ જીવનના જીવનમાં, એમાં તો, તારે ને તારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)