મારા હૈયાંના આવાસમાં રે પ્રભુ, રાખજે અને કરજે તું તારો નિવાસ
કરીશ જ્યાં તું એમાં નિવાસ, મળવા આવવા મને, કરવો નહિ પડે લાંબો પ્રવાસ
જનમોજનમ રહ્યાં બદલતા અમે, અમારા બસ હવે ના તું બદલતો હૈયેથી નિવાસ
બનાવીશ જ્યાં તું મારા હૈયાંને નિવાસ, મળતો રહેશે મને તારો સહવાસ
વસીશ જ્યાં તું મારા હૈયાંમાં રે પ્રભુ, ટકી ના શકશે મારા હૈયાંમાં તો કડવાસ
વાસ કરીશ જ્યાં તું મારા હૈયાંમાં રે પ્રભુ,રહી ના શકશે જીવનમાં કંકાશ
વસીશ જ્યાં મારા હૈયાંમાં તું રે પ્રભુ, મળતો રહેશે મને તારો નિત્ય પ્રકાશ
વસીશ જ્યાં તું મારા હૈયાંમાં રે પ્રભુ, થાશે સફળ જીવનમાં તો મારા પ્રયાસ
ફરકી ના શકશે દુર્ગુણો જીવનમાં રે પ્રભુ, કરીશ મારા હૈયાંમાં જ્યાં તું વાસ
છલકાતા રહેશે આનંદના સાગર તો હૈયે, હે આનંદના સાગર કરીશ હૈયે જ્યાં તું વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)