કોઈ સુંદર પ્રભાતે પંખીઓ જ્યારે મધુર ગીતડાં ગાશે
મનડું ત્યારે રોક્યું ના રોકાશે, ત્યારે રોક્યું ના રોકાશે
દુનિયાના રૂપરંગ બદલાશે, ચિત્તડું તો જ્યાં ચોરાશે
મનગમતી મૂર્તિ જ્યાં નયનોમાં રમશે દર્શન જ્યાં એના થાશે
હૈયાંની અધીરાઈમાં તો જ્યાં ઓચિંતો વધારો થઈ જાશે
સુંદરતાની પરિભાષા જીવનમાં, હૈયાંમાં જ્યાં બદલાશે
કોઈ વાતંમાં કોઈ ચીજમાં, હૈયું જ્યાં આનંદમાં ડોલી ઊઠશે
ગંભીર મીઠી યાદ હૈયાંમાં તો જ્યાં ઓચિંતા જાગી જાશે
કોઈ સાથી એવો મળી જાશે, એકલતાની ગાંઠ તોડી જાશે
હૈયું જ્યાં પ્રભુના ભાવમાં તો ભીંજાતું ને ભીંજાતું જાશે
કુદરતના તાલમાં તો હૈયું જ્યાં રંગાતું ને રંગાતું જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)