જાગ્યો હૈયાંમાં જેનો જેવો તો ભાવ, પડયો મુખ પર એનો પ્રભાવ
જાગતા જાશે ભાવ, બનશે એવો સ્વભાવ, મુખ પાડશે પ્રતિભાવ
કદી અણસાર વિનાના ભાવો, રમત રમતા રહેશે એ હૈયાંમાં
જગાવશે હૈયાંમાં એવા એ તોફાનો, મુશ્કેલ બને લેવા એને કાબૂમાં
હૈયું છે સુખદુઃખના ભાવોની કુંડી, સમજાશે ના નવરાવશે ક્યારે એમાં
હરેક ભાવો રમત રમે છે હૈયાં સાથે, ખેંચાતું રહે છે એ તો એમાં
અનેક ભાવોના પાથરણાં પાથર્યા છે પ્રભુએ તો આ જગમાં
પડયું પસંદ માનવીને જે પાથરણું, કર્યો વાસ એણે તો એમાં
એ ભાવને બનાવી દીધો માનવે પોતાનો, સ્વભાવ ગણાયો એમાં
પડયા ફરક માનવ માનવમાં, રમ્યા જીવનભર તો એ જે ભાવોમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)