રહેવા ના દેજે, રંગ પૂર્યા વિનાના, જીવનમાં જીવનના સાથિયા
ઉપસાવવી છે તસવીર જેવી એમાં પડશે પૂરવા રંગ જીવનમાં એવા
રંગે રંગે શોભાવજે જીવનને, પૂરજે રંગો તો જીવનમાં તો એવા
જીવન તો છે તારું, શોભાવવાનું છે તારે, પૂરજે રંગ તો એવા
જોવામાં રંગો બીજાના સાથિયાના, રહી જાય ના, પૂરવા રંગો તારા
આંનદના, ઉમંગોના પૂરશે જો રંગો જીવનમાં, ઊઠશે શોભી જીવન એમાં
પૂરતો ના રંગો દુઃખદર્દના તો જીવનમાં, ગમશે ના જીવન તો એમાં
સુખશાંતિના સાથિયા ગમશે તો સહુને, ભૂલતો ના પૂરવા રંગો એવા
દરિદ્રતાના ને ઘૃણાના રંગો ભરતો ના એમાં, ગમશે ના રંગો જોવા એવા
સરળતા ને સજ્જનતાની મિલાવટ રાખજે હર રંગોમાં શોભી ઊઠશે સાથિયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)