પાણીથી પાતળું ઓઢાડજે પોત ચારિત્રને નાની એબ પણ એમાં દેખાય
વિશુદ્ધતાના વારીથી નિત્ય નવરાવી એને, રાખજે વિશુદ્ધ એને સદાય
ફેલાશે ફોરમ વિશુદ્ધતાની એટલી, પ્રભુ આવવા એમાં તો લલચાય
સાધુસંતો પણ કરવા સહવાસ તો એનો, જીવનમાં એમા તો લલચાય
હશે એના અંગેઅંગમાં વિશુદ્ધતાનુ લાલિત્ય, સુંદર લાગે નિત્ય સદાય
વિશુદ્ધતાના પડદા હશે એટલા પાતળા, ના કશું એમાં તો છુપાય
ઊઠયા કુભાવો જ્યાં હૈયાંમાં, લાખ કોશિશો ભી એમાં ના એ છુપાય
એવા તેજસ્વી તેજે લખાવે જે ઇતિહાસો શોભી ઊઠે એ તો સદાય
ભાત ભળી એમાં વિશુદ્ધ પ્રેમની, જાણે એ તો સોનામાં સુગંધ ફેલાય
કરી એવા ચારિત્રની સાધના જીવનમાં, રાખજે જગમાં મસ્તક ઊચું સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)