એ તો ક્યારે પૂરી થાશે, જીવનમાં એ તો ક્યારે પૂરી થાશે
આશ ધરી બેઠો છુ હૈયાંમાં, જીવનમાં ક્યારે એ તો પૂરી થાશે
તૂટયા છે તાંતણા આશાના તો હૈયાંમાં તો જીવનમાં
આશ ધરી બેઠો છું હૈયાંમાં, જીવનમાં ક્યારે એ તો સંધાશે
આવી ગઈ છે જીવનમાં તો, કંઈક સંબંધોમાં તો ખટાશ
આશ ધરી બેઠો છું હૈયાંમાં, જીવનમાં ક્યારે આવશે એમાં મીઠાશ
તૂટયા કંઈક સપનાઓ તો જ્યાં જીવનમાં
આશ ધરી બેઠો છું હૈયાંમાં, કરી શકીશ ક્યારે સાકાર એને જીવનમાં
સમય ને સમય તો જાય છે વીતી જીવનમાં
આશ ધરી બેઠો છું હૈયાંમાં, પામીશ દર્શન પ્રભુના ક્યારે જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)