તમે ઘટ ઘટના વાસી છો રે પ્રભુ, માનવ તોયે કેમ ઉદાસી છે
તમે ભક્તોના પ્રેમના તો પ્યાસી છો, માનવ તો તોયે કેમ ઉદાસી છે
તમે રહ્યાં સાથેને સાથે તો પ્રભુ, માનવ તોયે તારી શોધનો પ્રવાસી છે
તમે રહ્યાં સહુના હૈયાંમાં નિવાસ કરી પ્રભુ, શોધવા તમને ફર્યો માનવ મથુરા ને કાશી
તમે જગના તો કર્તા હર્તા છો રે પ્રભુ, માનવ કેમ બન્યો કર્મોનો તો દાસી
તમે ભેદભાવમાં ના માનો છો રે પ્રભુ, જગમાં ભેદભાવ તોયે દેખાય છે
તમે તો પૂર્ણ છો જગમાં તો પ્રભુ, માનવ અપૂર્ણ તોયે કેમ રહ્યો છે
તમે તો સ્નેહ વત્સલ રહ્યા છો પ્રભુ, માનવ વેરનો ઉપાસક કેમ રહ્યો છે
તમે તો તેજ તેજના ભંડાર છો પ્રભુ, માનવથી છુપા કેમ રહી શક્યા છો
તમે તો તમારામાં મસ્ત રહો છો પ્રભુ, માનવ તમારામાં મસ્ત ના કેમ રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)