હેતપ્રીત ક્યાંથી બંધાણી, હતી વ્યક્તિ એક બીજાથી તો અજાણી
અચાનક જીવનમાં હૈયાંમાં તો ફૂટી ક્યાંથી તો એ પ્રેમની સરવાણી
ગોઠવ્યા મેળાપ તો કોણે કર્મોના, કર્મોને કર્મોથી વ્યક્તિ બંધાણી
હૈયાંના હેતથી તો દીધાં બાંધી, જાણે યુગજૂની પ્રેમની ગાંઠ બંધાણી
હૈયાંના તાંતણાને હૈયાંની હેત પ્રીતે, દીધી એને તો ઝણઝણાવી
હૈયાંએ તો પ્રીતને જ્યાં આવકારી, નયનોએ દીધી એને વરસાવી
હૈયાંના તાંતણાના બોલના બોલે, જીવનમાં હોઠે બોલી બોલી
લાવી દે ત્યારે એ તો, વાતાવરણમાં તો એ ગજબની બદલી
દૂરના ને પણ લાવી દે એ નજદીક, હેત પ્રીત જ્યાં હૈયાંમાં સમાણી
જાણીતી ને જાણીતી વ્યક્તિ પણ ક્યારેક હેત પ્રીતથી નથી બંધાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)