નયનોના તીરથી ઘાયલ થયો, વાણીની મીઠાશમાં તો મરી ગયો
ચિંતા ઘેરી વળી તો હૈયાંને, મીઠા સ્મિતમાં તો એ બધું ભૂલી ગયો
દુઃખદર્દમાં ગયો હતો જ્યાં ડૂબી, તમારા મીઠા હાસ્યમાં ઉગરી ગયો
પ્રેમની હૂંફ લેવા તો જીવનમાં, જીવનમાં પ્રેમમાં તો હું એવો ડૂબી ગયો
નયનોના નર્તને વધારી દીધી ધડકન, હરેક ધડકનમાં તમને નીરખી રહ્યો
દર્દે દર્દે તીરનો બન્યો ઘાયલ, બની ઘાયલ નજદીક તો આવતો રહ્યો
બનાવી પ્રેમને સંપત્તિ દિલની, એ દિલની સંપત્તિમાં જીવનમાં મુસ્તાક બન્યો
ઘડી બે ઘડી કરી આંખ બંધ, નયનોમાં દર્શન તમારા તો કરતો રહ્યો
ચાહ્યું ના દિલે કરવા બચાવ, એ દર્દને દર્દમાં તો એવો મસ્ત બન્યો
નયનો હતી દવા તો એની, એજ નયનોને તો દિલથી તો શોધી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)