હજારો દૂષણો હશે ભલે મુજમાં, પ્રભુ એક ગુણ ભરી દેજે એવો
તને મારી પાસે એ તો ખેંચી લાવે (2)
અનેક ભાવો ભર્યા હશે મુજ હૈયાંમાં, એક ભાવ એમાં દેજે એવો
એ ભાવમાં ભીંજાવા પ્રભુ, તું મારી પાસે દોડી આવે (2)
હજારો વિચારો આવે તો મનમાં, એક વિચાર આપજે તો એવો
તારી સમીપતા મને એ તો અપાવે (2)
હજારો દૃશ્યો દેખાય ભલે નજરમાં, પ્રભુ એક દૃશ્ય આપજે એવું
એ દૃશ્યમાં સદા પ્રભુ તારી છબી એમાં નીરખું (2)
હજારો ધામોમાં ભલે હું ફરું, ફેરવજે એક ધામમાં મને એવો
સાકાર બનીને પ્રભુ, તારે મારી પાસે પડે આવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)