ધીર ને ગંભીર બનીજા તું, ના ધ્યેયને વીસરી જાજે તું
ખોટા ભાવોમાં ના ખેંચાઈ જાજે તું, ખોટા વિચારોમાં ના ખેંચાઈ જાજે તું
દુઃખમાં તો ના ડૂબી જાજે તું, સુખમાં તો ના બહેકી જાજે તું
જીવનને સારી રીતે સમજી લેજે તું, જીવન સારી રીતે જીવી જાજે તું
ગુણોમાં ના પીછેહઠ કરજે તું, ગુણગ્રાહી જીવનમાં બનજે તું
પ્રેમથી ભરેલું હૈયું રાખજે તું, પ્રેમને જીવનનું ઔષધ સમજજે તું
સત્યનો આગ્રહી સદા રહેજે તું, જીવનમાં દુરાગ્રહને ત્યજી દેજે તું
અશક્ત બનીને ના રહેજે તું, વાસ્તવિકતાથી ના દૂર ભાગજે તું
જીવનમાં ના દંભમાં ડૂબી જાજે તું, સરળતાને સ્વીકારી લેજે તું
ધર્મને આચરણમાં મૂકજે તું, ધર્મને ધંધો ના બનાવી દેજે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)