ગુજાર ના હૈયાં ઉપર તો તારા, તું આટલો સિતમ
દેજે બનાવી તું, તારા પ્રભુને, જીવનમાં તો તારો પ્રીતમ
ધ્રૂજાવ્યું ક્રોધમાં હૈયાંને, બાંધી ગાંઠ વેરની, બાંધ્યુ હૈયાંને કેમ
પ્રેમથી પાડી વિખૂટું તેં એને, ગુજાર ના તું આટલો સિતમ
આપી લાલચો મોટી, દોડાવ્યું ગજા બહાર એને કેમ
થકવી થકવી જીવનમાં તો એને, ગુજાર ના તું આટલો સિતમ
પ્રગટાવી ઇર્ષ્યાનો અગ્નિ હૈયાંમાં, કરી એમાં એની રાખ
ઘટાડી શક્તિ એની તેં એમાં, ગુજાર ના તું આટલો સિતમ
રહ્યો કરતો તું મનનું, કરી હૈયાંની તેં સતત ઉપેક્ષા
ધર્યા ઉલટા પરિણામો હૈયાંએ, ગુજાર ના તું આટલો સિતમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)