સમજાવ્યું દિલને પ્રેમના પુષ્પોથી, કાંટાની આશા રાખી ના હતી
ખીલશે પુષ્પો પ્રેમના એક દિવસ, વેરાનગીની આશા રાખી ના હતી
ઊઠશે ઝૂમી દિલની તો ડાળીઓ, તોફાનની આશા રાખી ના હતી
હતું ધબકતું દિલ તો તનમાં, આવા સિતમની આશા રાખી ના હતી
આવી વસી હૈયાંમાં, ચાલી જશો અચાનક, થઈ જાશે ઓઝલ આશા રાખી ના હતી
લાંબે ગાળે મળ્યા, નજર લીધી હટાવી, પૂછી ના ખબર, આશા એવી રાખી ના હતી
ધરમના માર્ગે ચાલ્યા જીવનમાં, આવશે સંકટો, આશા એવી રાખી ના હતી
જાવું હતું પ્રભુના ધ્યાનમાં, સતાવશે ઇચ્છાઓ, આશા એવી રાખી ના હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)