અંધારાને અજવાળા, છે દુશ્મનો યુગો યુગોથી એકબીજાના
રહી ના શકે એકની હાજરીમા બીજું, ત્યજી ના દુશ્મની એકબીજાની
લે ના પડછાયો અંધારું અજવાળાના, અજવાળું ના અંધારાના
બની પડછાયા તો સાંકળની કડી, અંધારા ને અજવાળાની
છે જાણીતા જગમાં જ્ઞાનના અજવાળા, ભાગે ત્યાંથી અજ્ઞાનના અંધારા
ઝીલ્યા ના જેણે જ્ઞાનના અજવાળા, ઘેરી વળ્યા અજ્ઞાનના અંધારા
ટક્યા જ્યાં સમજણના અજવાળા, એના જીવનમાં પ્રકાશ પથરાયા
ડૂબ્યા જે શંકાના અંધારામાં, જીવનમાં ના મારગ એને મળ્યા
પાપ ફેલાવશે જીવનમાં અંધારા, પુણ્ય તો પાથરશે અજવાળા
અજવાળામાં ના દેખાઈ રાહ તો જેને, દેખાશે ક્યાંથી અંધારામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)