હસતું હસતું હાસ્ય જીવનમાં તો જ્યાં હૈયાંમાં આવશે
રડતું રડતું દુઃખ તો ત્યાં, હૈયાંમાંથી તો ભાગશે
અંધારામાં પણ વીજળી તો જો એમાં ચમકી જાશે
ક્ષણભરનું પણ અજવાળું એમાં ત્યાં તો પથરાશે
અંધારામાં મારગ જે કાઢશે, અજવાળામાં પાછળ ના રહી જાશે
હૈયાંમાં જેના ધીરજ ને હિંમત હશે, ના દુઃખ એને સતાવશે
જીવન જાગૃતિ જેમાં આવશે, જીવન સરળતાથી એનું ચાલશે
દૃષ્ટિમાંથી જેના ખોટા પડળ હટી જાશે, સાચું એને સમજાશે
જેના દિલમાં વિશાળતા વસશે, હૈયાંમાંથી મારું તારું હટશે
પ્રભુ પ્રેમનું પ્યાસું હૈયું જેનું બનશે, નજદીક પ્રભુને તો એ સરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)