સમય તું આગળને આગળ તો ભાગતો જાય, ના કોઈથી પકડાય
દેવ, દાનવ ને માનવે કરી કોશિશો પકડવા, કોઈના હાથમાં ના આવે જરાય
સમય તને તો સહુ પકડવા જાય, સમય તો તું કોને પકડવા જાય
આવ્યા જનમી જગમાં, આવ્યા તારી પકડમાં, શક્યા ના છૂટી એમાંથી જરાય
પકડાયા એકવાર સકંજામાં તારા, તારી પકડમાંથી તો ના છૂટી શકાય
છે એક જ પ્રભુ તો એવો સમયાતિત રહ્યો, શું તું એને પકડવા જાય
સવાર, બપોર સાંજ કે રાત, છે વિભાગ તારા એ તારા વિભાગ ગણાય
ફરી ફરી સવાર પડે ને પડે રાત, આમને આમ તું ગોળ ગોળ ફરતો જાય
ફરી ફરી ગોળ ગોળ તો જગમાં, તું તો શૂન્યાકાર તો સરજી જાય
સૂચવે છે શું તું, છે શૂન્યમાં પ્રભુ, તેથી શું શૂન્ય સરજી જાય
ઝીલે ના ઝીલે સંદેશો જગમાં તારો, જગમાં પાછળ એ રહી જાય
પકડી શકશે જગમાં તને તો એ, જીવનમાં સમયાતિતને શરણે જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)