1985-12-05
1985-12-05
1985-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1773
ઘાએ પત્થરમાંથી મૂર્તિ ઘડી, હવે એ પૂજાતી રહી
ઘાએ પત્થરમાંથી મૂર્તિ ઘડી, હવે એ પૂજાતી રહી
ઘા પર ઘા પડ્યા તારા, તોય મારો ઘાટ ઘડાયો નહીં
ઉમંગની ભરતી સાગરની, કિનારાને હોંશે ભેટવા દોડી
ભટકાઈ કિનારાના પથ્થરને, ઓટ બની એ પાછી ફરી
વાદળી વહાલભરી વર્ષા લઈ, ધરતીને એ ભેટવા ગઈ
વરસી એ તો બહુ હેતથી, રેતી કોરીની કોરી રહી
ચંદ્ર ધરતી પર હેત ધરી, તેજ પૂનમનું વરસાવી દઈ
ધરતી તેજ ઝીલે ના ઝીલે, ત્યાં અમાસ એને ઘેરી વળી
દિલમાં દર્દ જગાવી તારા, દિલની યાદ અપાવી રહી
દર્દનો ઘા પડ્યો ના પડ્યો, માયા એને ભૂંસાવી ગઈ
કર્તા તું ભૂલ કરતો નથી, તોય આવી ભૂલ તેં કેમ કરી
જગમાં મને તેં એવો ઘડ્યો, હવે આવી ભૂલ કરતો નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghāē pattharamāṁthī mūrti ghaḍī, havē ē pūjātī rahī
ghā para ghā paḍyā tārā, tōya mārō ghāṭa ghaḍāyō nahīṁ
umaṁganī bharatī sāgaranī, kinārānē hōṁśē bhēṭavā dōḍī
bhaṭakāī kinārānā paththaranē, ōṭa banī ē pāchī pharī
vādalī vahālabharī varṣā laī, dharatīnē ē bhēṭavā gaī
varasī ē tō bahu hētathī, rētī kōrīnī kōrī rahī
caṁdra dharatī para hēta dharī, tēja pūnamanuṁ varasāvī daī
dharatī tēja jhīlē nā jhīlē, tyāṁ amāsa ēnē ghērī valī
dilamāṁ darda jagāvī tārā, dilanī yāda apāvī rahī
dardanō ghā paḍyō nā paḍyō, māyā ēnē bhūṁsāvī gaī
kartā tuṁ bhūla karatō nathī, tōya āvī bhūla tēṁ kēma karī
jagamāṁ manē tēṁ ēvō ghaḍyō, havē āvī bhūla karatō nahīṁ
English Explanation |
|
Carving a stone created an idol and got worshipped as a God. God was created so simply.
A human doesn't shape up even after getting hit so many times. God comes with so much love, excitement, care and blessings to lift the human to new height, but ignorant human doesn't rise up to his immense love and grace.
Many examples in this bhajan, indicates this unparalleled scenario. God wants to give you blessings, but you remain intelligent fool to not accept it. There is nothing more unfortunate than that of getting a human life and then not realising of what is the purpose of this life that God has created for you. Examples describing this phenomenon are like how high tide of a sea, ran towards the banks with all the excitement, but the waves hit the stones on the banks and went back as low tide.
How rain from the cloud dropped to meet the earth with all the showers of love, sand still remained dry.
How moon gave so much light to earth on full moon's day, but earth could not gather the light and went on to bear a new moon's day.
How a human doesn't feel the pain of God that he is giving to him by getting involved in all the irrelevant matters of life and not understanding the actual purpose of life for which he is born as a human.
In the end, kaka complains to God that why did he make a mistake and created human who is such a hypocrite and ignorant and not worthy of his love.
|