હૈયું રહ્યું છે જ્યાં કામક્રોધથી ભરપૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
મદ અને અહંકારમાં રહ્યો છું સદા ચૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
જ્યાં આળસમાં રહ્યો છું સદા ભરપૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
આંખો રહે છે જ્યાં ભેદભાવમાં ચકચૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
ખોટી આદતોમાં રહું છું બહુ મશગૂલ
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
કાર્યોના આરંભે રહું છું સદા શૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
વૃત્તિ મારી ભાગતી દૂર ને દૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
લાલચ, લાલસામાં હૈયું બન્યું ચકચૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
અવગુણોએ મને બનાવ્યો મજબૂર
પ્રભુ રહે છે મુજથી સદા દૂર ને દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)