બનાવી દે, બનાવી દે, હૈયાંને તારા ધામ તું પ્રભુનું
જગમાં તો તારે, ધામમાં બીજે, જવાની તો જરૂર નથી
ગમાઅણગમા તો પ્રભુના, રાખજે લક્ષમાં તું તારા
રાખીને લક્ષમાં એ, હૈયાંના ધામને એવું તું સજાવી દે
અલક્ષ્ય એવા પ્રભુને તો, લક્ષ્યમાં લાવવા છે તો જ્યાં
તારા એ ધામમાં, સ્થિર સ્થાપ્યા વિના લક્ષ્યમાં આવવાના નથી
બનાવી મહેમાન એને, જીવનમાં ના એને આવકારજે
બનીને સાચું સંતાન એનું, દૃઢ ભાવોથી દેજે એને બાંધી
બંધાયા જ્યાં ભાવોમાં તારા, લેશે ના નામ જવાનું ત્યાંથી
વસી ગયા એકવાર તો જ્યાં હૈયાંમાં, નથી બીજે ક્યાંય જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)